મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મહત્વનો હુકમ: મોરબીમાં ભાડુંઆતના કબ્જા વાળી દુકાનને નુકસાન ન થાય તેમ ઉપરનો જોખમી ભાગ તોડવા કોર્ટનો મહાપાલિકાને આદેશ


SHARE

















મહત્વનો હુકમ: મોરબીમાં ભાડુંઆતના કબ્જા વાળી દુકાનને નુકસાન ન થાય તેમ ઉપરનો જોખમી ભાગ તોડવા કોર્ટનો મહાપાલિકાને આદેશ

મોરબીમાં શનાળા રોડ ઉપર સિવિલ હોસ્પીટલ સામે ભાડુતી કબજાવાળી જીતેન્દ્ર પાનના નામથી ઓળખાતી દુકાનના ઉપર ના ભાગે આવેલ સ્વઃ બાબુલાલ ઈશ્વરલાલ ઘડીયા (સંજય ઓટો મોબાઈલ્સ વાળા) ની માલીકી કબજા વગર ની પડતર મિલ્કત નો ર્જજરીત, જોખમકારક ભાગ પાડવા માટે મોરબી મહાપાલીકા તરફથી હુકમ કરવામાં આવેલ તેની સામે અરજદાર/ વાદી અનિલભાઈ દેવશંકરભાઈ મોઢાએ મોરબી મહાપાલીકા સામે મોરબીની કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ નં ૧૩૭/૨૦૨૫ થી દાવો દાખલ કરેલ હતો જેમાં વચગાળાના મનાઈ હુકમ અંગેની અરજી કરેલ હતી

આ દાવામાં અરજદાર/ વાદી અનિલભાઈ દેવશંકરભાઈ મોઢાએ મોરબી મહાપાલીકા સામે દાદ માંગેલ હતી કે, તેના કબજા ભોગવાટ વાળી " જીતેન્દ્ર પાન' વાળી દુકાનને નુકશાન કર્યા વગર કે પાડયા વગર દુકાનનો ઉપરનો ભાગ પાડવો તથા દુકાનના માલીક સ્વઃ બાબલાલ ઈશ્વરલાલ ઘડીયા (સંજય ઓટો મોબાઈલ્સ વાળા) ના પુત્ર સંજયભાઈ બાબુલાલ ઘડીયાલીએ પણ અરજદાર/ વાદી અનિલભાઈ દેવશંકરભાઈ મોઢાની કબજા ભોગવાટ વાળી દુકાનના કબજા ભોગવટામાં અડચણ, અંતરાયી કે દખલ કરવી નહી તેવી કોર્ટ સમક્ષની વાદીની વચગાળાની અરજી કોર્ટે મંજુર કરેલ છે. અને જોખમકારક ભાગ પાડતી વખતે જેસીબી જેવી ભારે મશીનરીનો ઉપયોગ કરવાને બદલે મેન્યુલી એટલે કે હાથેથી પાડવાનુ કામ કરવામાં આવે તેવો હુકમ કરવામાં આવેલ છે. તેમજ કોર્ટે આ દાવાના કામે મોરબી મહાપાલીકાની સુનવણી માટેનો તથા વાંધા જવાબ રજુ કરવા માટેનો હકક પણ બંધ કરવાનો હુકમ કરેલ છે. આટલું જ નહીં સંજયભાઈ બાબુલાલ ઘડીયાલીએ કાયદાની યોગ્ય પ્રક્રિયાનુ પાલન ન થાય ત્યાં સુધી અરજદાર/ વાદીની કબજા ભોગવાટ વાળી દુકાનના તેમના કાયદેસરના કબજામાં દખલ કરવાનો પણ પ્રતિબંધ છે આ કેસમાં વાદીના એડવોકેટ તરીકે નિકુંજ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.




Latest News