હળવદના ચાડધ્રા પાસે ચેકડેમમાં આજે સવારે પડ્યું મોટું ગાબડું: પાણી નદીમાં વહી ગયું
મોરબી જીલ્લામાં શહેર-તાલુકા કોંગ્રેસનાં પ્રમુખની વરણી કરાઇ
SHARE









મોરબી જીલ્લામાં શહેર-તાલુકા કોંગ્રેસનાં પ્રમુખની વરણી કરાઇ
સંગઠન સૃજન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના તાલુકા અને શહેર વિસ્તારમાં પ્રમુખની કોંગ્રેસ પક્ષ દ્વારા વરણી કરવામાં આવેલ છે જેમાં મોટાભાગના પ્રમુખોને રિપીટ કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં આવતા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખની નિયુક્તિ કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા પ્રદેશમાં દરખાસ્ત કરી હતી જેના આધારે તાલુકા અને શહેરના પ્રમુખઓની નિયુક્તિ કરવામાં આવેલ છે. જેમાં સતત બીજી વખત મોરબી તાલુકાનાં પ્રમુખ વિજયભાઈ નારણભાઈ કોટડીયા, માળીયા તાલુકા પ્રમુખ સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયા, વાંકાનેર શહેરના પ્રમુખ અરવિંદભાઈ રામજી આંબલીયા અને માળીયા શહેરના પ્રમુખ ઇકબાલભાઈ યુ. જેડાને રિપીટ કરવામાં આવેલ છે જયારે વાંકાનેર તાલુકાનાં પ્રમુખ પદે વનરાજભાઈ ડી. રાઠોડ, ટંકારા તાલુકાનાં પ્રમુખ પદે અશોકભાઈ સી. સાંગાણી, હળવદ તાલુકાનાં પ્રમુખ પદે મહિપાલસિંહ ઝાલા અને હળવદ શહેરના પ્રમુખ પદે ગોપાલભાઈ એમ. ડોરાલાની વરણી કરવામાં આવેલ છે.
