મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા
મોરબી નજીક ટ્રેલરની પાછળ ટ્રેલર અથડાતા બોનેટનો ભૂકકો: ઇજાગ્રસ્ત ડ્રાઈવર સારવારમાં
SHARE
મોરબી નજીક ટ્રેલરની પાછળ ટ્રેલર અથડાતા બોનેટનો ભૂકકો: ઇજાગ્રસ્ત ડ્રાઈવર સારવારમાં
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રેલરની પાછળ ટ્રેલર અથડાતા પાછળ આવી રહેલ ટ્રેલરના બોનેટનો ભૂકકો બોલી ગયો હતો અને ડ્રાઇવરને ઇજા થયેલ છે જેથી તેને સારવારમાં ખસેડાયેલ છે અને અકસ્માતના આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબીના માર્ગો ઉપર ટ્રક, ડમ્પર, ટ્રેલર સહિતના ભારે વાહનો દોડતા હોય છે અને અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે બપોરના સમયે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘૂટું ગામ પાસેથી આગળ જઈ રહેલા ટ્રેલરની પાછળના ભાગમાં આવી રહેલ ટ્રેલર ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં પાછળના ભાગે આવી રહેલ ટ્રેલરના બોનેટનો ભૂકકો બોલી ગયો હતો અને ટ્રેલરમાં બેઠેલા ડ્રાઇવરને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને અકસ્માતનો આ બનાવ બનવાના કારણે થોડી વાર માટે હળવદ મોરબી હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, મોરબી પંથકમાં વારંવાર સર્જાતા અકસ્માતાનો કારણે ટ્રાફિકજામની સમસ્યા મોરબીના જુદા જુદા માર્ગો ઉપર રોજીંદી બની ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે