ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો


SHARE





મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો હતી. અને અત્યાર સુધીના ૫૨ કેમ્પમાં કુલ ૧૪૭૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને જલારામ ધામ ખાતે આ વખતનો કેમ્પ યોજાયો હતો તેનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૧૭૪ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ તથા સ્વ.દયાબેન વાલજીભાઈ ચગ પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો.અશ્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી સહિતની તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી. 




Latest News