મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
SHARE
મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે પકડી પાડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં મોરબી તાલુકા પોલૂસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા રહે. ગોપાલગઢ તાલુકો ધ્રાંગધ્રા વાળો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપી ટીંબડી બસ સ્ટેન્ડ પાસે હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા (26) રહે. ગોપાલગઢ તાલુકો ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ આરોપી સામે મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, મોરબી સીટી બી ડીવીઝન, હળવદ, ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના નોંધાયેલ છે. તેવી માહિતી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ પાસેથી જાણવા મળેલ છે.