મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ-હાઇજીનનું ઇન્સ્પેક્શન કરાયું
મોરબીની શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના માર્ગદર્શન હેઠળ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે વ્યાખ્યાન યોજાયું
SHARE
મોરબીની શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના માર્ગદર્શન હેઠળ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે વ્યાખ્યાન યોજાયું
મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના માર્ગદર્શન હેઠળ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ગ્રોસ તથા ફાઇન મોટર વિકાસ વિષય પર એક મહત્વપૂર્ણ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વ્યાખ્યાનમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપીના સહાયક પ્રાધ્યાપક તથા ક્લિનિકલ ઇન્ચાર્જ ડૉ. હિરલ જાદવાની મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોમાં સ્થૂળ મોટર કુશળતાઓ જેમ કે ચાલવું, દોડવું, કૂદવું તેમજ સૂક્ષ્મ મોટર કુશળતાઓ જેમ કે પકડ, લખાણ, ખાવા તથા પહેરવાની કુશળતાઓના વિકાસ અંગે સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત, મોટર વિકાસમાં થતી વિલંબજન્ય મુશ્કેલીઓ, તેની વહેલી ઓળખ તથા તેવા સંજોગોમાં ફિઝિયોથેરાપીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડૉ. નિધિ વર્મોરા દ્વારા શિક્ષકો માટે ઉપયોગી એવી પ્રવૃત્તિ આધારિત કામગીરી કરાવવામાં આવી હતી, જે પ્રિન્સિપલ ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેથી સમગ્ર વ્યાખ્યાન વધુ અસરકારક અને રસપ્રદ બન્યું હતું. અને શાળાના શિક્ષકો દ્વારા ઉત્સાહપૂર્વક અને સક્રિય રીતે ભાગ લેવામાં આવ્યો હતો. અને વ્યાખ્યાનના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન શિક્ષકોએ પોતાના પ્રશ્નો તથા સંશયોનું યોગ્ય નિરાકરણ મેળવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજિસના સંચાલન મંડળ તથા આયોજક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા વક્તાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.