માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાયો ડિઝલનું વેચાણ બંધ કરાવવા વધુ એક વખત કલેક્ટર-એસપીને રજૂઆત


SHARE















મોરબી જીલ્લામાં બાયો ડિઝલનું વેચાણ બંધ કરાવવા વધુ એક વખત કલેક્ટર-એસપીને રજૂઆત

મોરબી જીલ્લામાં બાયોડિઝલના ઘણા પંપ ધમધમી રહ્યા છે ત્યારે બાયોડિઝલ ક્યાથી આવે છે અને કયા રાખવામા આવે છે તેની સરનામાં સાથેની વિગતો અગાઉ ભગતસિંહ ક્રાંતિ દળે કલેક્ટર અને એસપીને આપી હતી ત્યારે પાસેરામાં પૂણી જેટલી કામગીરી કરવામાં આવી હતી જેથી કરીને આજની તારીખે બાયો ડિઝલનું વેચાણ મોરબી જીલ્લામાં કરવામાં આવે છે ત્યારે વધુ એક વખત કલેક્ટર અને એસપીને રજૂઆત કરવામાં આવી છે

ભગતસિંહ ક્રાંતિ દળ સંસ્થાના યુવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, અગાઉ કરેલી રજૂઆતને લઈને કામગીરી કરવામાં આવી હતી તેમ છતાં હજુ પણ અમુક લોકો ભેળસેળ યુકત બાયોડીઝલના નામે કેમીકલ વહેંચી રહયા છે ત્યારે આ કેમીકલ પહેલા માળીયા હાઈવે તરફ વહેંચાતુ હતું જો કે, હવે વધાસીયા, ઢુવા, પંચાસર અને ૨ફાળીયા જી.આઈ.ડી.સી.માં વહેંચાઈ રહ્યું છે અને આ બાયોડીઝલ જેવું કેમીકલ બોલેરો અને યુટીલીટી ગાડીમાં ટાંકી બનાવીને સીધુ જ પહોંચાડવામાં આવી રહયુ છે આ ઉપરાંત આ બાયોડીઝલના ભળતા નામે વહેંચાતું કેમીકલ દહિંસરા પંથકમાં પણ વહેંચાય છે. અને આ કેમિકલ મુંદ્રા પોર્ટથી આયાત કરવામાં આવે છે તેવી વાતો કરી પ્રદુષીત કેમીકલ હાલમાં મોરબી જીલ્લામાં વેંહચાય છે અને મુંદ્રાથી આવતું બાયોડીઝલ શુધ્ધ નથી હોતું તે પણ ભેળસેળ યુકત હોય છે માટે બોલેરો અને યુટીલીટીમાં ૨૦૦૦ લીટરના ખાના બનાવી ગેરકાયદેસર વેંચતા બાયોડીઝલને બંધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો નક્કર પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News