મોરબી નજીક યુવાનની હત્યા કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની જામીન અરજી કોર્ટે ફગાવી
SHARE
મોરબીના જડેશ્વર મદિરના પુજારીઓની જામીન અરજી કોર્ટે ફગાવી
મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યાર બાદ આરોપીના જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે
મોરબીના જડેશ્વર મદિરના રાજકોટમાં રહેતા ટ્રસ્ટી યશવંતભાઈ જોશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો છે અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે જે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યાર બાદ મંદિરના બંને પૂજારીના રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જો કે, સરકાર પક્ષે બન્ને આરોપીઓ તપાસમાં સહકાર આપતા ન હોવાની અને મંદિરના રૂમની ચાવી સોંપી ન હોવાની દલીલ કરવામાં આવી હતી અને જામીન સામે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને કોર્ટે બન્ને પૂજારીની જામીન અરજી ના મંજુર કરી છે આ કેસમાં સરકારપક્ષે સંજય સી. દવે રોકાયેલ છે