વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજે ઇતિહાસ સર્જ્યો: બીકોમ સેમ-૪ ના પરિણામમાં સોનાગ્રા જશવંતી યુનિ.માં પ્રથમ


SHARE

















મોરબીની પી.જી.પટેલ કોલેજે ઇતિહાસ સર્જ્યો: બીકોમ સેમ-૪ ના પરિણામમાં સોનાગ્રા જશવંતી યુનિ.માં પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરિણામમાં મોરબીની પી.જી.પટેલ કોલેજે ઇતિહાસ સર્જ્યો છે અને બીકોમ સેમ-૩ બાદ બીકોમ સેમ-૪ ના પરિણામમાં પણ પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની યુનિવર્સીટી પ્રથમ આવેલ છે.

કોલેજકક્ષાએ પરિણામોમાં હરહમેશા મોખરે રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજે ચાલુ વર્ષે બીકોમ સેમ-૩ બાદ બીકોમ સેમ-૪ ના પરિણામમાં પણ યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં બીકોમ સેમ-૪ ના પરીણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મોરબીની પી.જી.પટેલ કોલેજની વિધાર્થીની સોનાગ્રા જશવંતીબેન માલાભાઈએ સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.આ ઉપરાંત સોનાગ્રા જશવંતીબેન માલાભાઈ અને કોલેજની અન્ય એક વિધાર્થીની કોટેચા હેલી પરાગભાઈએ એકાઉન્ટીંગ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરીને પરિવારકોલેજ તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.બંને વિધાર્થીનીઓને આ અનેરી અને ઉચ્ચતમ સિદ્ધી બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાઆચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફગણે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી.

જન્માષ્ટમીની ઉજવણી 

એક પ્રાચીન ધર્મગ્રંથ હોવા છતાં શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ આપેલું જ્ઞાન વર્તમાન સમયમાં પણ એક આદર્શ ચરિત્ર ઘડતરના સંદર્ભમાં કેટલું ઉપયોગી છે એ આપણે સૌ જાણીએ જ છીએ. કોલેજના યુવા વિધાર્થીઓ પણ પોતાના જીવન ઘડતર અને ચરિત્ર નિર્માણમાં આ બાબતનો સ્વીકાર કરીને જીવનમાં ઉતારે અને એક આદર્શ નાગરિક અને આદર્શ માનવી બને તેવા ઉમદા હેતુસર સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં રોજે રોજ જન્માષ્ટમી”  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં જીવનની વિવિધ સારી અને ખરાબ પરિસ્થિતિમાં કેમ ટકી રહેવુજીવનમાં નિષ્ફળતાઓ આવે તો શું કરવું..?, તે અંગે શ્રી કૃષ્ણ એ આપેલ જ્ઞાન કોલેજના જ વિધાર્થીઓ દ્વારા હળવી શૈલીમાં અને રસ્પ્રદ રીતે ગીતગરબા અને પ્રશ્નોતરી તેમજ વ્યાખ્યાન સ્વરૂપે રજુ કરવામાં આવ્યું હતું. અને કોલેજનું નવું સત્ર શરુ થઇ ગયું છે ત્યારે કોલેજના પ્રથમ વર્ષના વિધાર્થીઓને ઉમળકાભેર આવકારવા માટે કોલેજના સીનીયર વિધાર્થીઓ દ્રારા ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમગ્ર સંચાલન કોલેજના સીનીયર વિધાર્થીઓએ કર્યું હતું.




Latest News