હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE

















માળીયા(મીં)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના માળીયા(મિં.) તાલુકાના મોટા દહીંસરા ગામે વાડીએ રહેતી અને ખેતરોમાં મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર થોડા દિવસો પહેલાં ઝેરી દવા પી લીધીટુ હતુ જેથી કરીને તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર જામનગર ખાતે લઇ ગયા હતા જો કે, જામનગર સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે માટે માળિયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના મોટા દહીસરા ગામએ દશરથસિંહ મનહરસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મોહનભાઈ ભીલના પત્ની જનકબેન ભીલ જાતે આદિવાસી (૫૨) એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી માટે જનકબેનને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાા દરમિયાન તેનું મોત થયું હતું માટે આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે બનાવો હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ત્રાજપર પાસેની મયુર સોસાયટી વિસ્તારમાં રહેતા કેશુભાઈ મગનભાઈ વરાણીયા (૫૩) નામના આધેડ પોતાની રિક્ષા લઈને મેલડી માતાના મંદિર પાસેથી જતા હતા ત્યાં તેઓની રિક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા રિક્ષાચાલક કેશુભાઈને તેમજ પેસેન્જર અવિનાશકુમાર કિશોરભાઈ ભુરીયાને ઇજાઓ થતા તેમને સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર ટોકિઝ પાછળ ધાર ઉપર રહેતો પ્રવીણ દેવકરણ બારૈયા નામનો આડત્રીસ વર્ષનો યુવાન બાઇક લઇને ત્રાજપરના રામજી મંદિર પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત પ્રવીણભાઈને સારવારમાં ખસેડાયો હતો.



Latest News