મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ગેરેજમાથી આર્ટિગા કારની ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ


SHARE













મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ગેરેજમાથી આર્ટિગા કારની ચોરી કરનાર ચાર શખ્સોની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલની બાજુમાં ગેરેજ રીપેરીંગ કરવા માટે મુકવામાં આવેલ આર્ટિગા કારની ચોરી કરવામાં આવી હતી માટે ચાર લાખની કિંમતની આર્ટિગા કારની ચોરી થઇ હોવાની ગેરેજના માલિકે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલની બાજુમાં કેસરી મોટર ગેરેજના નામથી ગેરેજ ધરાવતા વિરલભાઇ કિરીટભાઇ પટેલ (ઉંમર ૨૫)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેના ગેરેજે આર્ટિગા કાર નંબર જીજે ૩ એચ કે ૩૮૭૭ રીપેરીંગ માટે આવી હતી દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે તેના ગેરેજમાં દરવાજાની એંગલ તોડીને ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ટેબલના ખાનામાં રાખેલ આર્ટિગાની ચાવી લઈને કારની ચોરી કરેલ હતી આ ગુનામાં મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ.એ.જાડેજા તથા સ્ટાફે બાતમીના આધારે ગોવિંદ ઉર્ફે રાજુ ઉર્ફે ગોયો દેવસીભાઇ મકુભાઇ પરમાર જાતે દેવીપૂજક (૨૦) હાલ રહે.પીપળી પાવર હાઉસ પાસે ઝૂંપડામાં મોરબી-૨ મૂળ રહે.દામનગર તા.લાઠી જીલ્લો અમરેલી, અજય ઉર્ફે કટીયો નાથાભાઇ વાઘેલા જાતે દેવિપુજક (૨૨) હાલ રહે.લજાઈ ચોકડી પાસે ઝૂંપડામાં તા.ટંકારા જી.મોરબી મૂળ રહે દેરડી તા.લાઠી જી.અમરેલી, અશોક રામસિંગ વાઘેલા જાતે દેવિપુજક હાલ રહે.પીપળી પાવર હાઉસ પાસે ઝૂંપડામાં મોરબી-૨ મૂળ રહે.કદમગીરી તા.પાલીતાણા જીલ્લો ભાવનગર અને રવિ ઉર્ફે સીલુ પ્રવીણ ઉર્ફે મામટ જીલીયા (૨૦) રહે.હાલ ત્રાજપર ચોકડી પાસે પેટ્રોલ પંપ પાછળ ઝુંપડામાં મોરબી-૨ મૂળ રહે.થાન રેલ્વે સ્ટેશન સામે તા.ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓની ઉપરોક્ત કાર ચોરીના બનાવમાં ધરપકડ કરીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. પકડાયેલા ચારેય ઈસમો અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ..? તે દિશામાં બી ડીવીજન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News