તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશજી મહિલાઓને આપે છે “બારે મહિના રોજગારી” !:  વુડન ગણેશની દેશના અનેક રાજ્યોમાં માંગ


SHARE











મોરબીમાં ગણેશજી મહિલાઓને આપે છે “બારે મહિના રોજગારી” !:  વુડન ગણેશની દેશના અનેક રાજ્યોમાં માંગ

આજથી સમગ્ર દેશની અંદર ગણેશોત્સવ ઉજવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે છે અને જુદાજુદા વિસ્તારોમાં પંડાલોમાં ગણેશજીનું સ્થપાન કરીને પૂજન અર્ચન પણ કરવા માટે લોકો આયોજન કરી રહ્યા છે ત્યારે મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ સહિતના વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં તૈયાર કરવામાં આવતી વુડન ગણેશજીની અવનવી આઈટમો કે જે મહિલાઓને બારે મહિના બનાવતી હોય છે તેને દેશના જુદાજુદા રાજ્યોમાં મોકલાવવામાં આવતી હોય છે એટલે કે, ગણેશજી મહિલાઓને બારે મહિના રોજગારી પૂરી પડે છે.

દુંદાળા દેવ કે જેની મૂર્તિ કે તસ્વીર તમને દરેક રૂપમાં જોવી ગમે છે તેનો ઉત્સવ એટલે કે ગણેશોત્સવ આગા,મી દિવસોમાં શરૂ થઇ રહ્યો છે જેથી લોકો ગણેશજીની અવનવી મૂર્તિઓના દર્શન કરવા માટે ગણેશોત્સવના પંડાલોમાં જશે જો કે, મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ સહિતના વિસ્તારમાં આવેલા નાના નાના કારખાનાઓમાં બારે મહિના વુડન એટલે કે લાકડા ઉપર ગણેશજીની અવનવી ગીફ્ટ આર્ટીકલમાં કોઈને પણ ભેટ આપી શકાય તેવી કૃતિઓ બનાવવામાં આવતી હોય છે જે તૈયાર કરવા માટે લાકડામાંથી ઓછામાં ઓછા પાંચ થી લઈને પંદર સુધીના કટકા કરવામાં આવે છે અને તે નાના નાના પીસ ઉપર પલીસિંગ અને કલર કામ કર્યા બાદ ફેવિકોલથી એક એક પીસને લાકડાની સીટ ઉપર લગાવવામાં આવે ત્યારે એક ગણેશજીનું પીસ તૈયાર થાય છે તેવું અમરનાથ વાળા અશોકભાઈ હરિલાલભાઈ વાળાએ જણાવ્યુ છે

આ અંગે માહિતી આપતા દર્શનભાઈ વાળાએ જણાવ્યુ છે કે, ખાસ કરીને લાકડામાંથી બનતા ગણેશજીના શો પીસમાં લાકડા અને કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે જો કે તેના પલીસિંગ અને ફીનીસીંગના કામમાં ખુબ જ કાળજી રાખવી પડે છે કેમ કે થોડું પણ એક પીસ બગડી જાય તો આખું એક નંગ બગાડે છે મોરબી પંથકમાં વુડન ઉપર ગણેશજીની જુદીજુદી ૨૦૦ થી વધુ મુખાકૃતિ બનાવવામાં આવે છે અને તે શો પીસ તરીકે ભારતના જુદાજુદા રાજ્યોમાં વેચાઈ છે શહેરના સલામ વિસ્તારોમાં રહેલી મહિલાઓને બારે મહિના રોજગારી આપતા ગણેશજીની ડીમાન્ડ સામાન્ય રીતે ગણેશ ચતુર્થી પહેલા નીકળતી હોય છે જેથી મોટાભાગના ઉત્પાદકો દ્વારા કર્નાટક, ઓરિસા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોના તેમના વેપારીઓ પાસેથી એડવાન્સમાં ઓર્ડર લઈને તેના માટેનું કામ શરુ કરી દેતા હોય છે

હિન્દુ દેવી દેવતા તો ઘણા છે પરંતુ તે તમામની એક ચોક્કસ મુખાકૃતિ છે માટે તે તેમાજ સારા લાગે છે જો કે, ગણેશજીની મુખાકૃતિ ગમે તે રીતે સેટ કરો એટલે લોકોને જોવી ગમે જ છે આજેની તારીખે મોરબીના લાતીપ્લોટ, રાજપર રોડ વિસ્તારમાં આવલા કારખાનાઓમાં બનાવવામાં આવેતા વુડન ગણેશજીની ગણેશ ચતુર્થી પહેલા તો ડીમાન્ડ હોય જ છે જો કે, બારે મહિના જુદાજુદા રાજ્યોમાં ગણેશજીની મુખાકૃતિ વાળા ગણેશજીના શો પીસની ડીમાન્ડ રહેતી હોવાથી નાની પરંતુ ચોકસાઈ વાળી કામગીરી કરવાથી મોરબીના જુદાજુદા વિસ્તારોમાં રહેતી મહિલાઓને બારે મહિના ગણેશજી રોજગારી આપી રહ્યા છે તે હક્કિત છે 






Latest News