હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં


SHARE

















મોરબીના લાલપર ગામે નવોઢાએ ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસેના શ્રીજી ગોલ્ડ નામના સિરામીક યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા પુનીતાબેન ચારલેક્ષભાઈ ઉડેપાગ નામની ૨૦ વર્ષીય પરપ્રાંતિય નવપરિણીતાએ તેના કવાટરમાં ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરી છે.વધુમાં મળતી માહિતી મુજબ પુનીતાબેનનો લગ્નગાળો એક વર્ષનો જ હોય બનાવની નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે રહેતા સંગીતાબેન ગોરધનભાઈ રાંતોજા નામની અઢાર વર્ષીય યુવતી ગઇકાલે બપોરના બે વાગ્યાના અરસામાં કપાસમાં દવાનો છંટકાવ કરતી હતી ત્યારે તેણીને ઝેરી અસર થતાં સંગીતાબેનને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા શૈલેષભાઈ રમણીકભાઈ રાવલ નામનો ૪૨ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર તાલુકામાં આવતા નાના-મોટા જડેશ્વર વચ્ચે બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રત થયેલા શૈલેષભાઈ રાવલને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.જેથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. જ્યારે મોરબીના સામાકાંઠે વોરાબાગની સામે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સાંઇસ્મિત એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલભાઈ પાટીલની ચાર વર્ષીય પુત્રી કાવ્યા તેના કાકાના સાથે બાઈકમાં બેસીને જતી હતી ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલ કાવ્યા વિપુલભાઇ પાટીલ (ઉમર ૪) ને સારવારમાં ખસેડાઇ હતી.




Latest News