મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડે વાહન અકસ્માતમાં યુવાનનું મોત


SHARE





























મોરબીના સરતાનપર રોડે વાહન અકસ્માતમાં યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટંકારાના યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ આવેલ છે આ સરતાનપર રોડ ઉપર ગત તા.૩૦-૯ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં પાંજરાપોળ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા ચિંતન ઘનશ્યામભાઈ કટારીયા પટેલ (ઉમર ૨૩) રહે.ટંકારા જીલ્લો મોરબી નામના યુવાનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા બનાવની હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી હાલ તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર મહેશભાઈ કહાંગરા દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.તેઓના પાસેથી મળતી માહિતી પ્રમાણે ચિંતનભાઈ કટારીયા બાઈક લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેમને હડફેટે લીધા હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે માટે આ દિશામાં તમાસ માટે સીસીટીવી ફૂટેજો ચકાસવાની આગળની કામગીરી ચાલુ છે.

અકસ્માત બનાવવામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજયુ હોય જેતે સમયે આઇપીસી કલમ ૩૦૪(અ) મુજબ ફેટલનો બનાવ તાલુકા પોલીસમાં નોંધાયો હતો.જેની તપાસ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડીયા ચલાવી રહ્યા હોય તેઓ દ્વારા અકસ્માત બનાવમાં આરોપી ધીરૂભાઇ છગનભાઈ દેગામા જાતે કોળી (૪૫) રહે.ગુલાબનગર અમરેલી રોડ વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ નજીક રહેતા લીખારામ ખૂબારામ મેઘવાલ (ઉમર ૨૭) નામના યુવાનને ટીંબડી પાટીયા નજીક એસાર પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ અંબિકા સોસાયટીમાં રહેતા સત્યજીત ગોવિંદભાઈ મંડલ (ઉંમર ૩૭) ને મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોગો સિરામીકની પાછળના ભાગે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેથી તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ મારામારીના બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.
















Latest News