મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા(મિં.) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે માતાના મઢ જતા પદયાત્રી પરિવારને હડફેટે લેતા માતા-પુત્રના મોતઃ ટ્રક ચાલકની ધરપકડ


SHARE

















માળીયા(મિં.) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે માતાના મઢ જતા પદયાત્રી પરિવારને હડફેટે લેતા માતા-પુત્રના મોતઃ ટ્રક ચાલકની ધરપકડ

મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે માતાના મઢ જતા બે પદયાત્રી પૈકીના એકને ક્રેન ચાલકે હડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવની શાહી સુકાઇ નથી ત્યાં શનિવારે માળીયા તાલુકામાં હરીપર ગામના પાટિયા પાસે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢ જતા પતિ, પત્ની અને તેના બાળકને ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ અને યુવાન અને તેના પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં ટુંકી સારવાર બાદ બાળકનું પણ મોત નિપજયુ હતુ જે અંગે ફરીયાદ નોંધાવાતા માળીયા પોસીલે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લામાં માળીયા(મિં.) તાલુકામાં હરીપર ગામના પાટીયા પાસે શહેરનશાવલીની દરગાહ આવેલ છે ત્યાં ગત શનિવારના રોજ અકસ્માત થયો છે જેમાં માતાના મઢ જતા ધરમનગર (નવાગામ) ના રહેવાસી એવા પદયાત્રી કોળી પરિવારને ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૬૩૮૭ ના ચાલકે ડફેટે લેતા મહિલા અને તેના ઇજાગ્રસ્ત દિકરાનું મોત નિપજયુ હતુ.સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પતિ-પત્ની અને તેમના બાળકને ટ્રકચાલક ગણેશભાઇ સુભકરણભાઇ ગઢવી રહે.પડાણા ગાંધીધામએ હડફેટે લીધા હતા.જે ગોજારા અકસ્માતમાં કૈલાસબેન હરપાલભાઇ ધામેચા જાતે કોળી (ઉંમર ૩૩) રહે.ધરમનગર(નવાગામ) માળીયા નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અને મૃતકના પતિ ધામેચા હરપાલભાઇ મેરૂભાઇ અને તેઓના દીકરા ધાર્મિકને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જો કે, ટુંકી સારવાર દરમ્યાન ધાર્મિક નામના બાળકનું પણ મોત નિપજયુ હોય અકસ્માતમાં માતા-પુત્રના મોત થયા હતા અને હરપાલભાઇ સહીત બે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે. 

હાલમાં માળિયા પોલીસ મથક ખાતે ઉપરોકત બનાવ અંગે હરપાલભાઇના પિતા મેરૂભાઇ નરશીભાઇ ધામેચા જાતે કોળી રહે.ધરમનગર (નવાગામ) તા.માળીયાએ ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા માળીયા પીએસઆઇ વી.બી.રાઇમાએ ટ્રક ચાલક ગણેશભાઇ ગઢવી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરેલ છે.




Latest News