મોરબીની ત્રાજપર ચોકડીએ કારમાંથી વિદેશી દારૂની સાત બોટલો સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ ચાલુ
મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચારની ઘરપકડ
SHARE









મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા ચારની ઘરપકડ
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે જુગાર અંગે રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની પાસેથી પોલીસે રૂા.૩૨૫૦ ની રોકડ કબ્જે કરીને આગળન કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે દશામાઁના ગેટની અંદરના ભાગે આવેલા ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હોય મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવેલા અશોક પરસોત્તમભાઈ ઇન્દરીયા કોળી (૪૩), રમેશભાઈ રાણાભાઇ ગેલડીયા કોળી (૩૬), સંજયભાઈ ધરમશીભાઈ છેલાણીયા કોળી (૪૧) અને નવઘણભાઈ હરખાભાઈ ઇંટોદરા કોળી (૨૭) રહે.હાલ બધા જાંબુડીયાની તાલુકા પોલીસ સ્ટાફે રોકડા રૂા.૩૨૫૦ સાથે અટકાયત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણિતા સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે વજાભાઈ વેલાભાઇ રાજપુતની વાડી વાવવા રાખેલી હોય અને ત્યાં મગફળીમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ભૂલથી ઝેરી દવાવાળા ડબલામાં પાણી પીવાય જવાથી રંગીતાબેન અશ્વિનભાઈ અમરશીભાઈ રાઠવા નામની ૨૦ વર્ષીય નવોઢાને ઝેરી અસર થઇ હતી જેથી તેણીને મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.પરિણીતાનો લગ્નગાળો દોઢેક વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરતાં હળવદ પીએસઆઈ આર.બી.ટાપરીયાએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શ્રીજીનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા લલીતભાઈ અમૃતલાલભાઈ વ્યાસ બાઇક લઇને રોહીશાળા જવા માટે નીકળ્યા હતા ત્યારે ટંકારાના કલ્યાણપર ગામના પાટીયા નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી ઈજાગ્રસ્ત થયેલા લલીતભાઈ વ્યાસને આયુષ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
