મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હીટ વેવને પગલે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા: માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ


SHARE

















મોરબી જિલ્લામાં હીટ વેવને પગલે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા: માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ

ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરિત અસરો (હીટ વેવ - લુ લાગવા) થી બચવા માટે તકેદારીના પગલા ભરવા આવશ્યક છે. હાલમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો હોય છે. ત્યારે મોરબી જિલ્લાની જાહેર જનતાને હીટવેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ત્યારે મોરબી જીલ્લામાં લોકોએ દિવસે ૧૨:00 થી સાંજે 0૩:૦૦ વાગ્યા સુધી ઘરમાં અથવા છાંયડામાં રહેવું. બને એટલું વધારે પાણી પીવું, તાજા ફળોનું સેવન કરવું, સાદા સુતરાઉ કપડાં પહેરવા, સીધા સૂર્ય પ્રકાશમાં બહાર જવાનું ટાળો, છાંયામાં રહો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણી વ્યવસ્થા કરો તેમજ બે-ત્રણ દિવસે પક્ષીકુંજ સાફ કરો, જો કોઈને હીટસ્ટ્રોક થાય તો સૌપ્રથમ આઇસપેક અથવા ઠંડા પાણીથી શરીરનું તાપમાન સામાન્ય કરી તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ, ઘરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ (મીઠું અને ખાંડવાળું પાણી) રાખો, વધુ પાણીનું સેવન કરવું જોઈએ અને ખાસ કરીને બપોરે ગરમીના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ તેમજ આલ્કોહોલ, ચા-કોફી અને વધારે ઠંડા પાણીને ટાળો, નાના બાળકો, સગર્ભા અને વૃદ્ધોએ તડકામાં બહાર ન જવું અને ઉઘાડા પગે ન ચાલવું જોઈએ અને લુ લાગવાની સ્થિતિમાં સ્નાન લો, ઠંડી જગ્યાએ જવું. આરામ કરો, વધુ પાણી પીવું. ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ, સ્નાયુનું ખેંચાણ એક કલાકથી વધુ ચાલે છે, બેભાન થવાની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક કોલ કરી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવો. હીટ વેવની સ્થિતિમાં સાવચેત રહેવા અને તકેદારીના પગલા ભરવા માટે મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News