મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં વિનોદભાઇ ચાવડાના રોડ-શો માં રૂપાલા હાય.. હાય.. ના સૂત્રોચ્ચાર


SHARE













મોરબીમાં વિનોદભાઇ ચાવડાના રોડ-શો માં રૂપાલા હાય.. હાય.. ના સૂત્રોચ્ચાર

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે કચ્છ મોરબીના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના મોરબીમાં રોડ-શો યોજાયો હતો ત્યારે ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને મોરબીના માર્ગો ઉપર વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા ભાજપના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું જો કે, મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનોએ રોડ-શો શરૂ થયો હતો ત્યાં જ “રૂપાલા હાય.. હાય…” ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

લોકસભાની ચૂંટણી માટે આગામી ૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યાર પહેલા આજે મોરબીમાં કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રોડ-શો યોજાયો હતો અને મોરબીના શનાળા રોડે બનાવવામાં આવેલ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધીના રોડ-શો માં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અને મોરબીના શનાળા રોડ, રામચોક, હોસ્પિટલ ચોક, નવાડેલા રોડ, પરબજાર, નાગર દરવાજા ચોક અને દરબાર ગઢ સુધીના રોડ શો માં ઠેરઠેર તેમનું જુદાજુદા સમાજ અને સંગઠનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તારે ઉલેખનીય છે કે, મોરબીના શનાળા રોડે મનહર મિરર પાસે મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનોએ “રૂપાલા હાય.. હાય…” કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે ફરજ ઉપર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની અટકાયત કરી હતી.








Latest News