મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: મતદાનના દિવસે શ્રમયોગીઓ સવેતન રજા આપવાની રહેશે


SHARE













મોરબી: મતદાનના દિવસે શ્રમયોગીઓ સવેતન રજા આપવાની રહેશે

રાજ્યમાં તા.૭/૫/ ને મંગળવારના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાનાર છે. જેથી મોરબી જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા,૧૯૫૧ ની કલમ-૧૩૫(બી) મુજબ શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.

જે શ્રમયોગીઓને ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો / શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી, જે.આર.જાડેજા, મદદનીશ શ્રમ આયુક્ત, મોરબી, ફોન નંબર-૦૨૮૨૨-૨૪૩૪૧૦, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, પહેલો માળ, રૂમ નં.૧૩૨, લાલબાગ, જુના સેવા સદન, મોરબી-૩૬૩૬૪૨ નો સંપર્ક સાધવા નોડલ ઓફિસર માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને મોરબી મદદનીશ શ્રમ આયુક્ત જે.આર. જાડેજાની યાદીમાં જણાવાયું છે.




Latest News