મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
મોરબીમાં ઘરે પાણી પીવા આવવાની ના કહેતા વૃદ્ધ-મહિલ ઉપર છરી વડે હુમલો
SHARE









મોરબીમાં ઘરે પાણી પીવા આવવાની ના કહેતા વૃદ્ધ-મહિલ ઉપર છરી વડે હુમલો
મોરબીના રવાપર રોડ ઉપર કાલીકા પ્લોટ ભવાની સોડાની બાજુમા રહેતા વૃધ્ધના ઘરે પાણી પીવા માટે આવેલા શખ્સને પાણી પીવા આવવાની ના ખી હતી જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે વૃદ્ધને તેમજ ઘર રહેલી એક મહિલાને ગાળો આપીને છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ ઉપર કાલીકા પ્લોટ ભવાની સોડાની બાજુમા રહેતા ચંદુભાઇ કેશેવભાઇ જાદવ જાતે દલીત (ઉ.૫૬) એ હાલમાં મીલન પોપટભાઇ જાદવ રહે. કાલીકા પ્લોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘરે આરોપી મીલન પોપટભાઇ જાદવ પાણી પીવા આવતા તેઓએ પોતાના ઘરે નહી આવવાનુ કહ્યું હતું જેથી કરીને આરોપી એકદમ ઉશ્કેરાય ગયો હતો અને જેમફાવે તેમ ગાળો આપી હતી બાદમાં જપા-જપી કરીને આરોપીએ તેઓને છરીનો ઘા પેટમા ડાબી સાઇડે મારી દીધો હતો અને દીપુબેન વચ્ચે પડતા તેમને પણ આરોપીએ છરી જમણા હાથે વગાડી હતી અને બંનેને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃધ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
