માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા લોહાણા અગ્રણી હરીશભાઈ રાજા


SHARE











મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા લોહાણા અગ્રણી હરીશભાઈ રાજા

વિવિધ પ્રકારની માનવસેવા કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી, શ્રી લોહાણા મહાજન-મોરબીના ખજાનચી, શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશભાઈ રાજાએ તેમના જન્મદીનની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી.આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.હાલના સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ રાજાએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી








Latest News