મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો


SHARE













મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો

મોરબી તાલુકામાં પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી ગુનો કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે મોરબી સીટી તાલુકા પોલીસે ભારતીયદંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) એન તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬, ૧૮ મુજબ આરોપી શકિતભાઈ હસમુખભાઈ ચોવસીયાની ધરપકડ કરેલ હતી.

જેમા આરોપી શિકતભાઈ હસમુખભાઈ ચોવસીયાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ . આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ રાખેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સંજયચંદુ વિ. સીબીઆઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.




Latest News