ટંકારા બી.આર.સી.ભવન અને શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો "પ્રજ્ઞાનો પગરવ" બાળગીતોનો સંપુટ
SHARE
ટંકારા બી.આર.સી.ભવન અને શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો "પ્રજ્ઞાનો પગરવ" બાળગીતોનો સંપુટ
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને વ્યક્તિગત શિક્ષણ મળી રહે તેમજ દરેક બાળક પોતાની ગતિ અને ક્ષમતા અનુસાર શિક્ષણ મેળવે તે માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો.1 અને 2 માં પ્રજ્ઞા અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં બાળકો આનંદ સાથે જ્ઞાન મેળવે તે માટે અભ્યાસક્રમમાં બાળગીતો, પ્રવૃત્તિઓ, રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ બાળગીતો પૈકીના 8 બાળગીતો તેમજ 2 સંદર્ભ ગીતો એમ કુલ 10 બાળગીતોનો સંપુટ " પ્રજ્ઞાનો પગરવ" ટંકારા બી.આર.સી.પરિવાર તેમજ ટંકારાની હરબટીયાળી પ્રા. શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીની પ્રેરણાથી તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચરના માર્ગદર્શન હેઠળ ટંકારા બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર અને સી.આર.સી.ટીમ દ્વારા આ બાળગીતોનો સંપુટ તૈયાર કરવામાં આવ્યો છે. તમામ બાળગીતો સાંચલા ગીતાબેનના સ્વરે ગવાયા છે. જેમાં બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.કો-ઓર્ડિનેટર મોકાસણા આનંદભાઈ, ભોરણીયા ભીખાલાલ, રાજકોટિયા ભરતભાઇ, દેત્રોજા ભાવેશભાઈ તેમજ બી.આર.પી.નમેરા પરેશભાઈનો સહયોગ મળેલ છે અને આ "પ્રજ્ઞાનો પગરવ" યુટુબ https://youtu.be/Ef9ybLRsH3k ઉપર જોવા મળશે આ "પ્રજ્ઞાનો પગરવ"ને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચરના હસ્તે ટંકારા બી.આર.સી.ભવનની યુ ટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યો હતો