જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીના ખાખરાળાં ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 2/5 ને શુક્રવાર ના રોજ સવારે 8.00 વાગ્યે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમનું આયોજન ખાખરાળાં ગામ સમસ્ત કરવામાં આવેલ છે

આ કાર્યક્રમ માં અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકોએ સેવા આપી છે એ તમામના સન્માન કરવામાં આવશે. તકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી (ખોખરાધામ-બેલા) તેમજ મૂળ ખાખરાળાંના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગનું માર્ગદર્શન મળે છે તેવા જોધપર શાંતિ નિકેતન આશ્રમના ભાણદેવજી મહારાજ, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત સહિતના હાજર રહેશે અને આશીર્વચન આપશે. અને આ કાર્યક્રમમાં આવવાના હોય તેઓએ રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 9879035089 પર કરાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે. અને આ શાળાના ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હૈયાત ન હોતો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહી શકે છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News