મોરબીના ખાખરાળા ગામે પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દાંડીયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
SHARE







મોરબીમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દાંડીયારાસ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ જન્મ જયંતિની ઉજવણી કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે અને આગામી તા 28 અને 29 એપ્રિલ એમ બે દિવસ જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ જયદીપભાઈ મેહતા તથા મહામંત્રીઓ ઋષિભાઈ મેહતા, હાર્દિકભાઈ ભટ્ટ અને ધ્વનિતભાઈ દવેએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ વખતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 28 ના રોજ રાત્રે 9:00 કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે દાંડિયારાસ રાખવામા આવલે છે અને ત્યાર બાદ તા 29 ને મંગળવારે સાંજે 4:00 કલાકે મોરબીના વાઘપરા વિસ્તારમાં આવેલ શ્રી ગાયત્રી મંદિર ખાતે શોભાયાત્રા નિકળશે જે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને નવલખીર રોડે આવેલ પરશુરામ ધામ ખાતે પૂર્ણ કરવામાં આવશે. અને પરશુરામ ધામ ખાતે પરશુરામ દાદાને અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવશે અને સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી યોજાશે ત્યાર બાદ સાંજે 8:00 કલાકે ભૂદેવો માટે મહાપ્રસાદનું આયોજન પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે ભૂદેવોને સહપરિવાર હાજર રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

