મોરબી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત
વાંકાનેર પાલિકા દ્વારા રોડ રિપેરીંગની તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ
SHARE








વાંકાનેર પાલિકા દ્વારા રોડ રિપેરીંગની તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ
વાંકાનેર પાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપીને ભારે વરસાદને કારણે રોડ પર પડેલા ખાડાઓનું રિપેરીંગ કરવામાં આવ્યું છે. વાંકાનેર શહેરી વિસ્તારમાં વિવેકાનંદ સ્ટેચ્યુથી આરોગ્યનગર ચોક તેમજ જીનપરા જકાતનાકાથી વાંઢાં લીમડા સુધીના રોડ પર પડેલા ખાડાઓનું GSB, WET MIX અને મોરમનો ઉપયોગ કરી બુરાણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ કામગીરીથી રોડની સ્થિતિમાં સુધારો થવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત અને સુલભ બનશે.
