કચ્છ જિલ્લામાંથી ચોરી કરેલા ચાર બાઇક સાથે મોરબી શહેરમાંથી બે શખ્સ ઝડપાયા
મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત
SHARE









મોરબી ભાજપ તથા રાજપૂત સમાજ અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રનું રક્ષાબંધનના દિવસે હાર્ટ એટકથી મોત
મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્ર દિપકસિંહ જ્યોતિસિંહ જાડેજા (ઉંમર ૪૦) રહે.વૃષભનગર સામાકાંઠે મોરબી-૨ ને આજરોજ તા.૯-૮ ના વહેલી સવારે ૩:૩૦ વાગ્યાના અરસામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ હાર્ટ એટેક સબબ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મૂળ ખાનપુર ગામના અને હાલ મોરબી સામાકાંઠે વૃષભનગરમાં રહેતા ભાજપ આગેવાન તથા રાજપૂત સમાજના સમાજના અગ્રણી જ્યોતિસિંહ જાડેજાના યુવાન પુત્રના રક્ષાબંધન જેવા સપરમાં દાડે અકાળે અવસાનથી શોક વ્યાપી ગયો હતો.તા.૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ પંચમુખી હનુમાન મંદિર વેજીટેબલ રોડ મોરબી-૨ ખાતે તેમનું બેસણું રાખવામાં આવેલ છે.
