મોરબી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા
SHARE









મોરબીના ગૌરક્ષકોએ કતલખાને જતાં 21 અબોલજીવને બચાવ્યા
મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસના દિવસે બાતમી મળેલ હતી કે કચ્છ બાજુથી 2 બોલેરો પીકપ ગાડીમાં પાડા જીવોને ભરીને કતલ ખાને લઇ જતા હોવાની હકીકત આધારે વોચ રાખી હતી તેવામાં કચ્છ બાજુથી બોલેરો ગાડી નંબર GJ 12 CT 0062 અને GJ 12 BZ 4341 ને રોકવામાં આવી હતી અને તેને ચેક કરી હતી ત્યારે તેમાંથી 21 અબોલજીવ મળી આવ્યા હતા જેને બચાવ્યા હતા અને પાસ પરપીન્ટ વગર કચ્છ કનૈયામાંથી અબોલ જીવને વાહનમાં ભરીને કતલ કરવા લઈ જતાં હતા તેવું સામે આવ્યું હતું જેથી જોડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને અબોલજીવને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે
