મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરી માનવતા મહેકાવી
મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણી અમાસે શિવ ભક્તોની ભીડ, પારસ પીપળે પિતૃઓને પાણી અર્પણ કરી લોકમેળાની માં મજા માણતા લોકો
SHARE








મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે આવેલું છે ત્યાં દર શ્રાવણ મહિના ની અમાસના દિવસે ગુજરાત અને ગુજરાત બહારથી લોકો શિવજીના દર્શન, પૂજન અને મેળાનો આનંદ માણવા માટે તેને આવતા હોય છે આજે શ્રાવન મહિનાની અમાસે લોકમેળાનું આયોજન કરાય છે આ લોકમેળો માણવા માટે આવેલા લોકોએ પહેલા તો મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને પિતૃ તર્પણ કરે છે ત્યાર બાદમાં મનભરીનો મેળો માણેે છે.
રીપુફાલ નામના રાજાએ તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા બાદમાં રીફાલેશ્વેર મહાદેવની સ્થાપનૈ કરી હતી જો કે, સમયાંતરે નામનો અપભ્રંસ થવાથી હાલમાં આ જગ્યા રફાળેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી છે અને શ્રાવણી અમાસના દિવસે આ મંદિરના પટાંગણમાં આવેલ કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે જેથી ત્યાં સ્નાન કરવાનું અને કુંડની બાજુમાં જ આવેલ પારસ પિપળાને એક લોટો પાણી ચડાવવાથી પિતૃ તર્પણ થાય છે જેથી પિતૃ તર્પણની સાથો સાથ મેળો માણ્વા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં આવતા હોય છે દરવર્ષે જાંબુડીયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિર પાસેના મેદાનમાં લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ લોકમેળામાં ફજત-ફાડક, રમકડા અને ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકમેળાનું ઉદઘાટન મંદિરના મહંતના હસ્તે જ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ મોરબીમાં યોજાયેલા મેળાઓ પુરા થયા છે તો પણ રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા લોકમેળાને માણવા માટે મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો આવે છે અને પ્રાચિન મંદિરમાં દેવાધીદેવ મહાદેવના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે દરવર્ષે શ્રાવણ માસમાં છેલ્લો લોકમેળો મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઇ છે જે જગ્યાનું પિતૃ તર્પણ માટે ખૂબ જ મહત્વ છે જેથી બે દિવસીય મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અને ભજન, ભોજન તથા મેળાની મૌજ માણતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગ્રામિણ મેળામાં વરસાદ હોય તો પણ શ્રાવણી અમાસના દિવસે દર વર્ષો લોકો ઉમટી પડે છે કેમ કે, ધાર્મિક રીતે આ મેળાનું ખૂબ જ મહત્વ છે.
રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ મેળામાં લોકો આવી શકે તે માટે વાંકાનેર, મોરબી અને રાજકોટથી મેળામાં આવવા માટે ખાનગી વાહનો દોડતા હોય છે અને આજે સવારથી લઇને રાત્રે મેળો બંધ થાય તે પહેલા હજારોની સંખ્યામાં લોકો મેળાનો લાભ લેશે અને મેળો માણશે
