મોરબીના મકનસર ગામે ઝેરી દવા પી ગયેલ આધેડનું સારવારમાં મોત
SHARE









મોરબીના મકનસર ગામે ઝેરી દવા પી ગયેલ આધેડનું સારવારમાં મોત
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા આધેડ પોતે પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાલેર (50) નામના આધેડ ગત તારીખ 21/8 ના રોજ પોતે પોતાના ઘરે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
