મોરબીના લાતી પ્લોટ માં ઘરમાંથી 48 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE









મોરબીના લાતી પ્લોટ માં ઘરમાંથી 48 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીના લાતી પ્લોટ શેરી નં- 7 માં એક શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 48 બોટલ મળી આવતા 24 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાતી પ્લોટ શેરી નં - 7 માં શાહરૂખ ખોડની કબજા વાળી ખુલ્લી ઓરડીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 48 બોટલ મળી આવતા પોલીસે 24 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરુખ હાજીભાઈ ખોડ રહે. લાતી પ્લોટ શેરી નં- 8 ગેસના ગોડાઉન પાસે મોરબી વાળા ની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
