મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી, હળવદ, માળીયા અને ટંકારા તાલુકામાં જુગારની 6 રેડ l, મહિલા સહિત 18 પકડાયા: 1.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે


SHARE

















મોરબી, હળવદ, માળીયા અને ટંકારા તાલુકામાં જુગારની 6 રેડ l, મહિલા સહિત 18 પકડાયા:  1.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

મોરબી, હળવદ, માળીયા અને ટંકારા તાલુકામાં જુગારની જુદી જુદી છ રેડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા સહિત કુલ 18 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે અને એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. અને હાલમાં પકડાયેલા લોકો પાસેથી પોલીસે 1,75,100 નો મુદામાલ કબજે કર્યો છે

મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે રહેતા અતુલભાઇ વસીયાણીના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નિલેશભાઈ નરભેરામભાઈ વીરપરિયા (42) રહે કેરાળા, નવીનભાઈ ભુરાભાઈ પાંચોટિયા (50) રહે ભરતનગર અને જગદીશભાઈ જીવરાજભાઈ ભાલોડીયા (59) રહે લક્ષ્મી સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,20,500 કબ્જે કર્યા હતા જોકે ઘરધણી હાજર ન હોય હાલમાં ચાર શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ઘરધણીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે નર્મદા કેનાલ તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે કેશાભાઈ વરસીંગભાઇ વરાણીયા (57), કાંતિભાઈ રાજાભાઈ પરમાર (40) અને પરેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા (19) રહે બધા જુના ઇસનપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,050 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

મોરબીમાં શાક માર્કેટ ચોક પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હોય ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રકાશભાઈ પ્રવીણભાઈ સાવરીયા (30) રહે સબ જેલ પાસે વણકરવાસ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર મા ના મંદિર પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેવરાજભાઈ સોમાભાઈ સનુરા (32), રમેશભાઈ મગનભાઈ વરાણીયા (50) અને મહેશભાઈ મગનભાઈ વરાણીયા (36) રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 6,800 ની રોકડ કબજે કરી હતી.

માળીયા મીયાણાના દેવગઢ ગામે મેળાના મેદાનમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગોપાલભાઈ વલમજીભાઈ જીવાણી રહે, પટેલ નગર કુશ એપાર્ટમેન્ટ મોરબી, હનીફભાઈ તાજમામદભાઈ ભટ્ટી રહે. માળિયા, હિતેશભાઈ મહેશભાઈ ઠાકોર રહે. માંડલ અમદાવાદ અને લીલાધરભાઇ બેચરભાઈ સંતોકી રહે. પંચાસર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 20,900 ના મુદ્દા માલ સાથે તેની ધરપકડ કરે છે

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે ચોરા વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મેહુલભાઈ ધનજીભાઈ સીતાપરા (25) રહે. હડમતીયા, કિશોરભાઈ વલ્લભભાઈ પાટડીયા (29) રહે. ઘૂનડા, વિરમભાઈ ઉર્ફે વીરજીભાઈ લગધીરભાઈ મકવાણા (54) રહે. નવાગામ અને સોમીબેન મનીષભાઈ બગથરીયા (32) રહે ઘુનડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 24,500 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News