મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં વરસાદી માહોલ: માળિયામાં સવા 2 અને હળવદ - ટંકારા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ
SHARE









મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં વરસાદી માહોલ: માળિયામાં સવા 2 અને હળવદ - ટંકારા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ
આજે સવારથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ છે અને સવારના 6:00 થી 10:00 વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળા દરમિયાન પાંચે પાંચ તાલુકામાં હળવો ભારે વરસાદ થયો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો માળિયા તાલુકામાં સવા 2 ઇંચ અને ટંકારા તાલુકા તથા હળવદ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને હજુ પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં છૂટો છવાયો વરસાદ થયો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની ધીમી ધારે આવક થયેલ છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં આજે ભાદરવા મહિનાના પહેલા જ દિવસે વહેલી સવારથી પાંચે તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હળવો ભારે વરસાદ પાંચેય તાલુકામાં પડી રહ્યો છે દરમિયાન મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી વિગત પ્રમાણે સવારે 6:00 વાગ્યાથી લઈને 10:00 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં હળવો ભારે વરસાદ નોંધાયો છે જો આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી તાલુકામાં 2 એમએમ, માળિયા તાલુકામાં 58 એમએમ, ટંકારા તાલુકામાં 22 એમએમ, હળવદ તાલુકામાં 27 એમએમ અને વાંકાનેર તાલુકામાં 7 એમએમ વરસાદ નોંધાયો છે અને હજુ પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
