મોરબીના વીસીપરામાં ડેલામાંથી 866 લીટર દારૂ સાથે એક શખ્સની ધરપકડ, 1.73 લાખનું મુદ્દામાલ કબજે
SHARE









મોરબીના વીસીપરામાં ડેલામાંથી 866 લીટર દારૂ સાથે એક શખ્સની ધરપકડ, 1.73 લાખનું મુદ્દામાલ કબજે
મોરબીના વીસીપરામાં ડેલામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 866 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 1,73,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમના ઇશ્વરભાઇ કલોતરા અને ભરતભાઈ જીલરીયાને મળેલ હકીકત આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાં નિઝામભાઈ જેડા ના કબજા વાળા બે ડેલામાં દારૂની રેડ કરવામાં આવી હતી ને ત્યારે ત્યાંથી કુલ મળીને 866 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1,73,200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે અને આરોપી નિજામભાઈ હૈદરભાઈ જેડા રહે. વીસીપરા મદીના સોસાયટી પ્રકાશ કારખાના સામે મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની પ્રાથમિક તપાસ દરમિયાન રવિભાઇ ભુદરભા કોળી રહે. નળ ખંભા તાલુકો મુળી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
