મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના એસપી તરીકે મુકેશકુમાર પટેલે ચાર્જ સંભાળ્યો


SHARE

















મોરબીના એસપી તરીકે મુકેશકુમાર પટેલે ચાર્જ સંભાળ્યો

રાજ્ય સરકાર તાજેતરમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરી હતી જેમાં મોરબીના એસપી તરીકે સીઆઇડી ક્રાઇમ એસપી મુકેશકુમાર પટેલને મૂકવામાં આવ્યા હતા જેથી તેઓએ મોરબી આવીને વિધિવત રીતે મોરબીના એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અને આગામી સમયમાં મોરબીના લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી છે.

મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી અને વર્ષ 2008 માં મુકેશકુમાર પટેલ પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. ત્યાર બાદમાં તેઓ 2010 માં ડીવાયએસપી બન્યા હતા. અને 2017માં તેમને પ્રમોશન મળ્યું હતું. અને તેમણે આઈબી, એસઓજી તેમજ છેલ્લે પોણા ત્રણ વર્ષ સુધી સીઆઇડી ક્રાઈમમાં એસપી તરીકે ફરજ બજાવી હતી જો કે, સ્વાતંત્ર જિલ્લાના એસપી તરીકે મોરબીમાં તેઓને પ્રથમ પોસ્ટિંગ મળ્યું છે. અને તેઓએ મોરબી જિલ્લાના એસપી તરીકે ચાર્જ સાંભળી લીધેલ છે. અત્રે ઉલેખનીય છેકે, ફરજના ભાગરૂપે પણ કયારે તેઓને મોરબી શહેર કે જીલ્લામાં આવવાનું થયું નથી અને તેઓ પ્રથમ વખત મોરબી જિલ્લાના એસપી બનીને મોરબી આવ્યા છે જો કે, અહીની ટ્રાફિક તેમજ ઉદ્યોગને લગતી જે પણ સમસ્યાઓ હશે. તેને ધ્યાને લઈને તકલીફો દૂર કરવાની દિશામાં કામ કરવામાં આવશે તેમજ લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી તેઓએ ખાતરી આપી હતી.




Latest News