મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિના વ્યવસાય ધંધા ચાલુ રાખવા તેમજ નવલખી રોડ બાબત આવેદન
SHARE









મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાત્રિના વ્યવસાય ધંધા ચાલુ રાખવા તેમજ નવલખી રોડ બાબત આવેદન
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેરની અંદર ચાલતા નાના અને સામાન્ય ધંધાઓ જેવા કે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપાર કે જે મોટે ભાગે મધ્યમ અને નાના ધંધાર્થી ચલાવતા હોય છે.આવા વ્યવસાયો રાત્રિના ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે છે અને પોલીસ સ્ટાફ દ્વારા વેપારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી ગેર વર્તણૂક કરવામાં આવે છે.તેવા આપ પાર્ટીએ તંત્રને રજુઆત કરેલ છે.ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મહાનગરપાલિકા અંતર્ગતના વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા દવાખાઓ અને પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારો ઉપર ૨૪ કલાક વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે.જેથી આ વેપારીઓને પણ છૂટ આપવામાં આવે તેવી માંગણી મોરબી આમ આદમી પાર્ટીએ વેપારીઓને સાથે રાખીને જીલ્લા કલેકટર સમક્ષ કરી છે.જો આ વેપારીઓને ન્યાય નહીં મળે તો આંદોલન પણ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારેલ છે.
બિસ્માર નવલખી રોડનું તાત્કાલિક રિપેરિંગ કરવા માટે પણ આવેદન આપવામાં આવ્યું
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડનો ઉપયોગ કરે છે.આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે ૨૫ ગામના લોકોની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે.ઘણીવાર લોકોને ગંભીર ઈજાઓથી માંડીને જીવ પણ ગુમાવવો પડતો હોય છે.આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેરને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા માટે માંગણી કરી છે. અને જો સમયસર આ બાબતનું નિરાકરણ ન આવે તો બધા ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવો પડે તો પણ અપનાવશે એવી ઉગ્ર રજુઆત કરી હતી.
