મોરબીમાં 10 હજાર રૂપિયાની કિંમતની દારૂની 3 બોટલ સાથે 2 શખ્સ પકડાયા મોરબી નજીક અકસ્માત સર્જીને કૌટુંબિક કાકા-ભત્રીજાનું મોત નિપજાવનાર ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને ઠપકો આપનાર મહિલા અને તેને દીકરાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લામાં 1000 સ્થળે આજે કરાશે ગણેશજીનું સ્થાપન: સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રૂપ કા રાજા વિગેરે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર


SHARE

















મોરબી શહેર-જીલ્લામાં 1000 સ્થળે આજે કરાશે ગણેશજીનું સ્થાપન: સિદ્ધિવિનાયક કા રાજા, પટેલ ગ્રૂપ કા રાજા વિગેરે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે કેમ કે શ્રાવણ મહિનામાં દેવાધિ દેવા મહાદેવનું પૂજન અર્ચન અને આરાધના કરવામાં આવે છે ત્યાર બાદ ભાદરવા મહિનાની ચોથના દિવસે ઠેરઠેર ગણેશજીનું સ્થાપન કરીને લોકો શ્રદ્ધા પૂર્વક દુંદાળા દેવાનું પૂજન અર્ચન કરે છે તેવી જ રીતે આજથી મોરબીમાં જુદીજુદી જગ્યા ઉપર અંદાજે 1000 જેટલા ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે અને શુભ કર્યામાં પ્રથમ પૂજાતા દેવ એટલે કે ગણપતિનું પૂજન અર્ચન કરવામાં આવશે જો કે, મોરબીમાં કેટલીક જગ્યાએ ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા જે આયોજન કરવામાં આવે છે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે.

સિદ્ધિવિનાયક કા રાજા

મોરબીમાં ગણેશ મંડપ વાળા અરવિંદભાઇ બારૈયા અને તેની ટિમ દ્વારા છેલ્લા 17 વર્ષથી મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્વસનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે આયોજકો દ્વારા નવી થીમ સાથે સમાજને સકારાત્મક સંદેશ આપવાનું કામ કરવામાં આવે છે. ત્યારે આજે તા 27 ઓગસ્ટના રોજ ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે અને આગામી તા 5 સપ્ટેમ્બરના રોજ વિસર્જન કરવામાં આવશે વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, દરરોજ સાંજે 7:00 થી 7:30 અને 9:00 થી 9:30 એમ બે વખત દાદાની આરતી કરવામાં આવશે. અને દરરોજ અંદાજે 7 થી 8 હજાર લોકો દાદાના દર્શન કરવામાં આવશે છેલ્લા દિવસોમાં તે સંખ્યા વધીને બમણી થઈ જશે તો પણ કોઈને તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે ઓમ બારૈયાએ જણાવ્યું કે અમારી ટીમ દ્વારા દર વર્ષે નવી થીમ અને નવા મેસેજ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ ટીતે આ વર્ષે રાજાધિરાજથીમ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને દાદાની મૂર્તિ છેલ્લા નવ વર્ષથી મુંબઈના સ્વ. રાજન ખાતુ અને તેમના પુત્ર નિખિલ ખાતુ પાસેથી લઈ આવવામાં આવે છે. અને લોકોને વાહન પાર્ક કરવા માટે અગવડ ન પડે તે માટે અલગ અલગ જગ્યાએ કુલ મળીને 15 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અને અંતમાં અરવિંદભાઇ બારૈયાએ જણાવ્યુ હતું કે, શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન દ્વારા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર જેવું જ મંદિર વાંકાનેર તાલુકામાં જડેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવે ભંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ બનાવવામાં આવશે જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને ભવ્ય મંદિર બનશે.

પટેલ ગ્રુપ દ્વારા ગણેશોત્સવ

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે રવાપર ધુનડા રોડ ઉપર આવેલ રામેશ્વર ફાર્મ ખાતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આજે ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે. ત્યાબાદ દરરોજ સાંજે 7 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે આરતી યોજાશે. અને તા 6 ના રોજ ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, દાદાના દર્શન કરવા માટે આવેતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની તકેદારી આયોજકો દ્વારા રાખવામાં આવી છે. અને પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા કરવાં આવેલ છે. ગત વર્ષે 'ચારધામ અને જ્યોતિર્લિંગ'ની થીમ હતી અને આ વર્ષે નવી થીમ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સરકારના આદેશ મુજબ 'ઓપરેશન સિંદૂર' ને કેન્દ્રમાં રાખીને વિશેષ થીમનું આયોજન કરાયું છે.

મયુરનગરી કા રાજા
મોરબીના લખધીરવાસ ચોક ખાતે મયુરનગરી કા રાજાગ્રુપ દ્વારા ગણેશોત્સવ 2025 નું વિશાળ અને જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ સ્થાપના, મહાઆરતી અને વિસર્જન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગણેશજીનું સ્થાપના કરવામાં આવશે. ત્યાર બાદ દરરોજ સાંજે 07:30 કલાકે મહાઆરતી યોજાશે અને આગામી તા. 6 ને શનિવારના રોજ વિસર્જન કરવામાં આવશે.

હાઉસિંગ બોર્ડ કા રાજા

મોરબીમાં શનાળા રોડે ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી “હાઉસિંગ બોર્ડ કા રાજા” ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તેની સાથોસાથ જુદાજુદા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. આજે ગણેશજીનું સ્થાપન કરવામાં આવશે અને દ૨રોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય મહાઆરતી યોજાશે ત્યાર બાદ રાત્રે 10 વાગ્યે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે. ખાસ કરીને એક દિવસ વીજુડીનો શો ત્યાર બાદ જુનિયર આર્ટિસ્ટ દયાભાભીનો શો વિગેરે જેવા કાર્યક્રમ રાખવામા આવેલ છે અને વિશ્વના 32 દેશોમાં રાસ રમી ચૂકેલી ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.




Latest News