ભારે કરી: વાંકાનેરમાં રિસેસના સમયે નાસ્તો કરવા ગયેલા વિદ્યાર્થીને જ્ઞાનગંગા સ્કૂલના સંચાલકે ગુપ્તાંગના ભાગે પાટુ માર્યું
SHARE









ભારે કરી: વાંકાનેરમાં રિસેસના સમયે નાસ્તો કરવા ગયેલા વિદ્યાર્થીને જ્ઞાનગંગા સ્કૂલના સંચાલકે ગુપ્તાંગના ભાગે પાટુ માર્યું
વાંકાનેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રિસેસના સમયે સ્ટેચ્યુ ચોક પાસે નાસ્તો કરતો હતો ત્યારે સ્કૂલના સંચાલકે ત્યાં આવીને તે વિદ્યાર્થીને પેટ નીચે ગુપ્તાંગના ભાગે પાટુ માર્યું હતું અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેથી ભોગ બનેલ વિદ્યાર્થીને સારવારમાં લઈ ગયા હતા ત્યાર બાદ તેના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ શાળાના સંચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર શહેરમાં રહેતા પરિવારનો બાળક વાંકાનેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલમાં ધો.10 માં અભ્યાસ કરતો હોય રિસેસના સમયે ગઈકાલે તે વાંકાનેરમાં આવેલ સ્ટેચ્યુ ચોક પાસે નાસ્તો કરવા માટે ગયો હતો અને ત્યાં આવીને જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા દ્વારા તે વિદ્યાર્થીને પેટના નીચેના ભાગે ગુપ્તાંગના ભાગ ઉપર પાટુ મરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો જેથી બાળકને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી, જુવેનાઇલ જસ્ટિસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી જિલ્લા એસટીએસસી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા છે
300 લિટર દેશી દારૂ
મોરબીના રંગપર ગામની સીમમાં તળાવ પાસે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કુલ મળીને 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 60 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા આરોપી હકુબેન સુરાભાઈ ઉર્ફે સુર્યાભાઈ માથાસુરીયા (45) રહે. રંગપર ગામની સીમમાં તળાવ પાસે ઝૂંપડામાં મોરબી મૂળ રહે કાનપુર તાલુકો સાયલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ આપનાર તરીકે તેના પતિ સુરાભાઈ ઉર્ફે સુર્યાભાઈ હીરાભાઈ માથાસુરીયા રહે. હાલ રંગપર ગામની સીમ મૂળ રહે કાનપુર સાયલા વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને સુરાભાઈ માથાસુરિયાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
