મોરબીના લાલપર ગામ પાસે કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા તરણેતરના મેળામાંથી પરત ફરતા કોટુંબીક કાકા-ભત્રીજાના મોત
SHARE









મોરબીના લાલપર ગામ પાસે કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટ લેતા તરણેતરના મેળામાંથી પરત ફરતા કોટુંબીક કાકા-ભત્રીજાના મોત
મોરબીના વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ નજીક આજે સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ટ્રક કન્ટેનરના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલ ગંભીર અકસ્માત બનાવમાં ઘટના સ્થળે જ લક્ષ્મીનગર ગામના કૌટુંબીક કાકા-ભત્રીજાના મોત નિપજેલ છે.તેઓ થાન પાસેના તરણેતરના મેળામાંથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત બનાવ બન્યો હતો.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી રહી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામે રહેતા પ્રેમજીભાઈ મેઘજીભાઈ ભંખોડીયા (50) તથા તેમના કૌટુંબિક ભત્રીજા રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા (38) બંને બાઈક નંબર જીજે 36 એએમ 8957 માં થાન પાસે આવેલા તરણેતરના મેળે ગયેલા હતા અને આજે તા.28 ના વહેલી સવારે તેઓ ત્યાંથી પરત મોરબી બાજુ આવતા હતા.ત્યારે વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસે પહોંચ્યા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ટ્રક કન્ટેનર નંબર જીજે 12 એઝેડ 3270 ના ચાલકે હડફેટે લીધા હતા.જે અકસ્માત બનાવમાં ઘટના સ્થળે જ પ્રેમજીભાઈ ભંખોડિયા તથા રમેશભાઇ ભંખોડીયા નામના કૌટુંબિક કાકા અને ભત્રીજાના મોત થયેલ છે.બનાવને પગલે બંનેના મૃતદેહોને અત્રેની સિવિલે લવાયા હતા.હોસ્પિટલ સત્તાવાળા દ્વારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ટીંબડી ગામની પ્રાથમિક શાળા પાસે રહેતા અક્ષય હેમંતભાઈ ડાભી નામના 23 વર્ષના યુવાનને માળીયા ફાટક નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સવિતાબેન લાધાભાઈ મકવાણા નામના 64 વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે વાવડી ગામ નજીક તેઓનું બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના લીલાપર ગામે રહેતા ચેતનભાઇ રમેશભાઈ પટેલ નામના 25 વર્ષના યુવાનને લીલાપર ગામ પાસે આવેલ વેલનાથ ફાટક પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસના બી.જી.દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી રહી છે.
