મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પોલીસ કોન્સ્ટેબલના આગોતરા જામીન મંજુર
SHARE









મોરબીમાં કરેલા આપઘાતના ચકચારી કેસમાં ૧૧ સામે ગુનો નોંધાયો હતો જે પૈકીના પોલીસ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા વકીલ મારફતે આગોતરા જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
આ બનાવની ટુકમાં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પોલીસ સ્ટોશન ખાતે બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ની કલમ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ ની ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે તેનો ભાઈ નીલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પી જઈ આપઘાત કર્યો હતો ત્યાર બાદ કુલ ૧૧ આરોપીઓ સામે વ્યાજના પૈસાના દબાણના કારણે આપઘાત કરી મરણ ગયેલ હોય તે મતબલની ફરીયાદ જાહેર કરેલ હતી અને જેની સામે દુનો નોંધાયો હતો તેમા ફરીયાદીએ યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલનુ પણ આરોપી તરીકે નામ આપેલ હતુ જેથી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર મારફત આગોતરા જામીન અરજી કરી હતી. અને આરોપી યોગીરાજસિંહના વકીલ મનીષ પી. ઓઝાએ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ઘારદાર દલીલ કરતા મોરબીના સેશન્સ જજ નાદપરાસાહેબે આરોપી યોગીરાજસિંહને ૫૦,૦૦૦ ના શરતોને આધિન આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.
