મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પોલીસ કોન્સ્ટેબલના આગોતરા જામીન મંજુર
મોરબીમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય મનપાએ શોપિંગ સેન્ટર સીલ કર્યું
SHARE









મોરબીમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય મનપાએ શોપિંગ સેન્ટર સીલ કર્યું
મોરબીના જેલ રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી મહાપાલિકા દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ ફાયરના સાધનો વસાવવામ્ં આવ્યા જેથી આજે મહાપાલિકાના ફાયર વિભાગે શોપિંગ સેન્ટરનો સીલ કર્યુ છે.
મોરબીના જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા નામના શોપિંગ સેન્ટરની અંદર ફાયર સેફ્ટીના સાધનોની કોઈ વ્યવસ્થા ન હતી જેથી કરીને મોરબી મહાપાલીકાની ફાયરની ટીમ દ્વારા ત્યાં ચેક કરીને એક નહીં પરંતુ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ કોમ્પલેક્ષ વાળાઓ દ્વારા ત્યાં ફાયરના સાધનો ફસાવવામાં આવ્યા ન હતા જેથી આજે મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ સહિતની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને કોમ્પલેક્ષને સીલ મારી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી શોપિંગ સેન્ટરમાં ફાયર સેફ્ટીના સાધનો કોમ્પલેક્ષમાં વસાવવામાં નહીં આવે ત્યાં સુધી આ કોમ્પ્લેક્ષમાં સીલ ખોલવામાં નહીં આવે તેવી માહિતી ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ આપેલ છે
