માળીયા (મી)નાં વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજીનાં મંદિર સ્નેહમિલન-અન્નકૂટ દર્શન યોજાશે
મોરબીના થોરળા પાસે નાળામાં ભરેલા પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત
SHARE







મોરબીના થોરળા પાસે નાળામાં ભરેલા પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત
મોરબીના થોરળા ગામના પાટીયા પાસે નાળામાં ભરેલા પાણીમાં કોઈપણ કારણોસર આધેડ ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે પ્રભુભાઈ પટેલની વાડીએ રહેતા અરજણભાઈ શીવાભાઈ કોળી (55) નામના આધેડ મોરબી તાલુકાના થોરળા ગામના પાટીયા પાસે આવેલ શિવ ફાર્મ નજીક નાળામા ભરેલા પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી ગયા હતા જેથી કરીને તે આધેડનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
