પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષણના લાભાર્થે યોજાએલ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા


SHARE















મોરબીમાં શિક્ષણના લાભાર્થે યોજાએલ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા

મોરબીમાં છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવી માધ્યમિક શાળાના બિલ્ડીંગ નિર્માણ લાભાર્થે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ જેમાં ૧૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, વિજયનગર, રોહીદાસપરા પાછળ, મોરબી ખાતે વર્ષ ૨૦૦૧ થી કાર્યરત છે.જેમાં ધો.૧ થી ૮ ના ૨૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જેઓ માટે શિક્ષણનીની સગવડતા વધુ કરવાના હેતુસર નવી માધ્યમિક શાળા ધો.૯ અને ૧૦ નું આગામી વર્ષમાં શરૂ કરવાનું આયોજન કરેલ છે.જેના ભાગરૂપે નવી બિલ્ડીંગના લાભાર્થે આ દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રેરક દેવકણભાઈ આદ્રોજા, જાણીતા ઉદ્યોગપતિ કે.જી. કુંડારિયા, મહંત સીતારામ બાપુ (કષ્ટભંજન હનુમાન-મોલડી) સહિત શિક્ષણ દાતાઓ તેમજ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતાઓ ઉપસ્થિત રહેલ.તમામ નવયુગલોને ઘરવખરીની તમામ જીવન જરૂરિયાતોની ૮૩ થી વધુ વસ્તુઓ સાથે ચાંદીના સાંકડા અને સોનાની નાકની ચૂક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ.જ્યારે શિક્ષણ દાતા તરીકે દેવકણભાઈ આદ્રોજા દ્વારા નવા નિર્માણાધિન કુલ બિલ્ડિંગમાં એક વર્ગખંડના દાતા તરીકે દાન આપ્યું હતુ.જ્યારે ટ્રસ્ટના મંત્રી કેશવલાલ રામજીભાઈ ચાવડા દ્વારા પ્રિન્સિપાલ ઓફિસ નિર્માણનું દાન આપ્યું હતુ.તેમજ ઉદ્યોગપતિ કે.જી.કુંડારિયા દ્વારા સ્ટાફ રૂમ નિર્માણ કરી દેવાની જાહેરાત કરી હતી. આ શુભ પ્રસંગે ભોજનના દાતા તરીકે  જમનાદાસ મોતીભાઈ હિરાણી હરિહર અન્ન ક્ષેત્ર તરફથી ૧૭૦૦ થી વધુ મહેમાનોને ભોજન કરાવ્યું હતું.

તેમજ નવનિર્મિત બિલ્ડિંગના નિર્માણ અર્થે નૌતમભાઈ દેવજીભાઈ સોલંકી દ્વારા ૨૫,૦૦૦ રૂપિયા, પ્રવીણભાઈ છગનભાઈ સોલંકી દ્વારા ૨૫૦૦૦, સ્વર્ગસ્થ બાબુભાઈ ડાયાભાઈ પરમાર પરિવાર તરફથી ૨૧,૦૦૦, ટપુભાઈ દેવજીભાઈ પરમાર તરફથી ૨૧,૦૦૦ એડવોકેટ દીપકભાઈ ડી.પરમાર તરફથી ૨૧,૦૦૦, મંગાભાઈ રામજીભાઈ ચાવડા તરફથી ૧૧,૧૧૧, માલજીભાઈ ભીખાભાઈ પારીયા તરફથી ૧૧,૧૧૧, મણીભાઈ વાલજીભાઈ ચાવડા તરફથી ૧૧,૧૧૧, જમનાદાસ ટપુભાઈ પરમાર તરફથી ૧૧,૦૦૦, વિનોદભાઈ ખાનાભાઈ સાગઠીયા તરફથી ૧૧,૦૦૦, મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી તરફથી ૧૧,૦૦૦, શૈલેષભાઈ વાલજીભાઈ રાઠોડ તરફથી ૧૧,૦૦૦ મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ પરિવાર તરફથી ૧૧,૦૦૦ પ્રવીણભાઈ ટપુભાઈ સાગઠીયા તરફથી ૧૧,૦૦૦, સુખાભાઈ મકવાણા તરફથી ૧૧,૦૦૦ જયેશભાઈ ખીમજીભાઇ સાથે તરફથી ૧૦૦૮૮ નાનજીભાઈ ભીખાભાઈ બોસિયા તરફથી ૧૦,૦૦૦ મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા તરફથી ૧૦,૦૦૦ પ્રવીણભાઈ બાબુભાઈ શુકલ તરફથી ૧૦,૦૦૦ અમૃતભાઈ આંધળાભાઈ જાદવ તરફથી ૧૦,૦૦૦ ભરતકુમાર દેવજીભાઈ જાદવ તરફથી ૧૦,૦૦૦ શિક્ષણ પેટે દાન આપેલ.તેમજ સમૂહલગ્નોત્સવના મુખ્ય દાતા તરીકે ભરતભાઈ દુદાભાઈ પરમાર, સુરેશકુમાર કેશવલાલ ચાવડા, એડવોકેટ હસમુખભાઈ સોલંકી, મોતીભાઈ અમરાભાઇ પરમાર, સ્વર્ગસ્થ જીવાભાઇ રવજીભાઈ મકવાણાના પરિવાર, દ્રિસના નંદની પારીઆ, દિનેશભાઈ ખેંગારભાઈ પરમાર, કેશુભાઈ કે સાગઠીયા તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સહિતના દાતાઓએ તેમની યથાશક્તિ મુજબ તમામ ૧૧ કન્યાઓને કરિયાવર આપેલ.ઉમાબેન સોમૈયા ઉમાઝ પાર્લર તરફથી તમામ દીકરીઓને ફ્રીમાં મેકઅપ અને તૈયાર કરી આપવામાં આવેલ ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓને સીલ આપી સન્માનિત કરાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર અને મંત્રી કેશવલાલ ચાવડા દ્વારા શિક્ષણ પ્રેમી દાતાઓને શિક્ષણના લાભાર્થે દાન આપવા માટે  મો.૯૯૨૫૮ ૦૧૨૬૦ ઉપર સંપર્ક સાંધવા અપીલ કરી છે.






Latest News