મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ-હાઇજીનનું ઇન્સ્પેક્શન કરાયું
SHARE
મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઇસન્સ-હાઇજીનનું ઇન્સ્પેક્શન કરાયું
મોરબી મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા લાઈસન્સ ચેકિંગ અને ફૂડ હાઈજીનની ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં મોરબીના સનાળારોડ, રવાપર રોડ, સામાકાંઠાના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેક્ટિ ઇન્સ્પેકટર દ્વારા ખાદ્ય પદાર્થની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. તથા રવાપર રોડ પર આવેલા સીજનલ વેપારિયોની ચીકીની તપાસ અંગે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૩૩ ખાદ્ય પદાર્થની દુકાનો માં ચેકિંગ કરાયું હતું. જેમાં 3 ડેરી સંચાલકોના દૂધના સેમ્પલ લઈ રેપિડ ટેસ્ટના નમૂના લેવા માં આવ્યા હતા, જેમાં કોઈ શંકાસ્પદ બાબતો જાણવા મળી ન હતી. આગામી સમય માં પણ મૌરબી મનપાની ફૂડ શાખા દ્વારા લાઈસન્સ ચેકિંગ ફૂડ પરીક્ષણ કામગીરી હાથ ધરવામાં આવશે.