માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

“તમારા બન્નેથી કશું ન થાય” કહેતા યુવાનને મોરબી નજીકના શક્તિ ચેમ્બરમાં ઉપરથી નીચે ફેંકી દીધો: હત્યાનો ગુનો નોંધાયો


SHARE















મોરબીના લાલપર પાસે શક્તિ ચેમ્બરમાં “તમારા બન્નેથી કશું ન થાય” કહેતા યુવાનને ઉપાડીને નીચે ફેંકી દીધો: બે શખ્સો સામે નોંધાયો હત્યાનો ગુનો

 

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીક કોઈ અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની પોલીસને ગઇકાલે સવારે જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા હત્યાનો બનાવ સામે આવેલ છે અને મૃતક યુવાને તેની સાથે રહેલા બે શખ્સોને “તમારા બન્નેથી કશું ન થાય” તેવું કહેતા યુવાનને ઉપાડીને શક્તિ ચેમ્બરના ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો જેથી હાલમાં મૃતકના પિતાની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ પાસે શક્તિ ચેમ્બર-૧ નજીક રવિવારે સવારે યુવાનની લાશ પડી હોવાની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ હતી દરમ્યાન યુવાનની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે અને બે શખ્સો દ્વારા મૃતક યુવાને શક્તિ ચેમ્બરના ઉપરના માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું

 હાલમાં હત્યાના આ બનાવમાં મૃતક યુવાન રણજીત ભૂપતભાઇ સોલંકી (૪૦) રહે, ચેતનભાઈ રબારીની ચા ની હોટલ લખધિરપુર રોડ મૂળ રહે સુરેન્દ્રનગર વાળાના પિતા ભૂપતભાઇ ટાપુભાઇ સોલંકી (૭૬) રહે, દેવા ભગતની વાવની પાછળ ઇન્દિરાનગર સોસાયટી સુરેન્દ્રનગર વાળાની ફરિયાદ લેવામાં આવી છે અને તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે, મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર આવેલ પૂનમ કેસેટ પાસે રહેતા જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાઘર જાતે કચ્છી મિયાણાં અને વજેપર વિસ્તારમાં રહેતા મુન્નો અલારખાભાઇ પરમાર દ્વારા તેના દીકરા રણજીત ભૂપતભાઇ સોલંકીને ગાળો આપતા હતા જેથી રણજીત સોલંકીએ “તમારા બન્નેથી કશું ન થાય” તેવું કહેતા યુવાનને ઉપાડીને શક્તિ ચેમ્બરની લોબીમાંથી ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો મોરબી બી ડિવિઝન પોલીસે હત્યના આ બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપને પકડવામાં માટે તજવીજ શરૂ કરી છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં જ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News