મોરબી જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ ગુનામાં પકડાયેલા આરોપીઓનો જામીન પર છૂટકારો
મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ
SHARE
મોરબી શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં આડેધડ ગીચ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભા કરી દેવામાં આવ્યા છે જે મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડીએશનને કારણે લોકોના આરોગ્ય પર તેની અસર થાય છે જેથી કરીને સામાજિક કાર્યકરોએ પાલિકામાં રજુઆત કરીને શહેરના ગીચ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, જનક રાજા, અશોકભાઈ ખરસરિયાએ પાલિકામાં લેખિત રજૂઆત કરીને શહેરી વિસ્તારમાંથી મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યુ છે કે, ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરી, ગૌરાંગ શેરીના ખાંચા પાસેના પ્રતિમા એપાર્ટમેન્ટ ઉપર મોબાઈલ ટાવર નાખવામાં આવેલ છે અને આ મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિએશનને કારણે લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડે તેવી શક્યતા છે જેથી કરીને આ મોબાઈલ ટાવરોને દૂર કરવાની માંગ કરેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”