મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછારનું માલધારી સમજે કર્યું સન્માન
મોરબીમાં ૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ
SHARE
મોરબીમાં ૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું ટૂંક સમયમાં લોકાર્પણ
મોરબીના ઓદ્યોગીક વિકાસના લીધે દિન પ્રતિદિન વીજ પુરવઠાની માંગ વધી રહી છે ત્યારે ઉદ્યોગકારોને અવિરત વીજળી મળી રહે તેના માટે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાપ્રયાસો કરી રહ્યા હતા જેથી કરીને શોભેશ્વર ખાતે ૧૦ કરોડના ખર્ચે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે
મોરબીના જિલ્લા સેવા સદન, સો ઓરડી વિસ્તાર, ત્રાજપર અને શોભેશ્વર રોડ વિસ્તારને વીજ સેવા સુલભ બને તે હેતુસર શોભેશ્વર ખાતે ૬૬ કે.વી સબ સ્ટેશન બનાવવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રયાસો હાથ ધરેલા હતા તેના પરિપાકરૂપે જેટકો દ્વારા ૧૦ કરોડના ખર્ચે શોભેશ્વર ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશન નિર્મિત થઈ ચૂક્યું છે તેનું લોકાપર્ણ ટૂંક સમયમાં થશે તેમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે
આ શોભેશ્વર ૬૬ કે.વી. સબ સ્ટેશન કાર્યરત થતાં કેબલ લાઇન સમસ્યાનું નિરાકરણ થશે શોભેશ્વર આસ પાસના ડોમેસ્ટિક, ઔધ્યોગિક અને કોમર્શિયલ વિજ પુરવઠો પણ પૂરતી માત્રામાં ઉપલબ્ધ થઈ શકશે પરિણામે સો ઓરડી વિસ્તારમાં જિલ્લા સેવા સદન આકાર પામ્યું છે તેની સાથોસાથ અન્ય સરકારી આવાસો પણ ભવિષ્યમાં બંધાશે અને ત્રાજપર, શોભેશ્વર, સો ઓરડી જેવા આર્થિક રીતે પછાત વિસ્તારોની આ શોભેશ્વર સબ સ્ટેશનને કારણે ઉદ્યોગો આવતા કાયાપલટ થશે