મોરબી પાલિકાની અધર ટેક્સ સમિતિના ચેરમેન ગિરિરાજસિંહ ઝાલાએ ચાર્જ સાંભળ્યો
મોરબી જિલ્લામાં કોરોનામાં નિરાધાર બનેલા ૧૨ બાળકોને દર મહિને મળશે ૪૦૦૦ ની સહાય
SHARE
મોરબી જિલ્લામાં કોરોનામાં નિરાધાર બનેલા ૧૨ બાળકોને દર મહિને મળશે ૪૦૦૦ ની સહાય
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે અને જ્યાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો કે જેમણે પોતાના માતા-પિતા કોરોનામાં ગુમાવ્યા હશે કે પછી માતા અથવા તો પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને સરકાર તરફથી ૪૦૦૦ ની સહાય ચૂકવવામાં આવશે તે યોજના હેઠળ મોરબી જિલ્લાના ૧૨ બાળકોને સહાય આપવામાં આવી હતી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ “મુખ્યમંત્રી બાળ સેવા યોજના”નો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના થકી ગુજરાતમાં ૧૮ માર્ચ ૨૦૨૦ના પ્રથમ કોરોના કેસ આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા, છત્રછાયા ખોઇ ચૂકેલા બાળકોને દરમહિને રૂ. ૪૦૦૦ની સહાય ચૂકવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોરબી ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, અધિક કલેક્ટર એન.કે. મુછારના હસ્તે પ્રતિકરૂપે પાંચ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિત ની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી માટે વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી આ ઈશ્વરીય કાર્ય તેમણે કર્યું છે તેને તેમણે બિરદાવ્યું હતું. અને નિરાધાર બનેલા બાળકોના દિવંગત માતા-પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મોરબીના ચેરમેન તથા સભ્યો, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્યો તેમજ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓ અને પાલક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.