લાખ દંડવત કરીએ પણ આંખમાં બીજું કંઈ ભર્યું હોય તો આદર ખતમ થઈ જાય: મોરારિબાપુ
મોરબીમાંથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના કુટુંબી કાકાને મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સોની ધરપકડ
SHARE









મોરબીમાંથી યુવતીને ભગાડી ગયેલા યુવાનના કુટુંબી કાકાને મારી નાખવાની ધમકી: ત્રણ શખ્સોની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનનો કુટુંબી ભત્રીજો એક યુવતીને ભગાડી ગયો છે જે બાબતનો ખાર રાખીને યુવતીના પરિવારજનો દ્વારા યુવાનને રૂબરૂ તેમજ ફોન ઉપર ગાળો આપીને તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તથા સાહેદને પણ ગાળો આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ સરકારી વાડી ક્રિશ્ચિયનના બંગલાની સામેના ભાગમાં રહેતા અબ્બાસભાઈ જુસબભાઈ સંધવાણી જાતે મિયાણા (૩૮)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજુભાઇ મોવર, કાદરભાઇ મોવર અને ઇકબાભાઇ મોવર રહે, બધા વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વીસીપારમાં આવેલ બિલાલી મસ્જિદ પાસે તે હતો ત્યારે તેનો કુટુંબી ભત્રીજો મોવર પરિવારની દીકરીને ભગાડી ગયેલ છે જે બાબતનો રોષ રાખીને આરોપીઓએ ફરિયાદી યુવાનને ફોન ઉપર તેમજ રૂબરૂ મળીને ગાળો આપી હતી તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેમજ સાહેદને પણ ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવા દ્વારા હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે તાજમામદ આદમભાઈ મોવર (૩૬) રહે. શાંતિવન સોસાયટી મોરબી કાદર હસનભાઈ મોવર (૪૨) રહે. વીસીપરા મોરબી અને ઈકબાલ આદમભાઈ મોવર (૪૨) રહે. શાંતિવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બે બોટલ દારૂ
વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ભાટિયા સોસાયટી સ્મશાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૪૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે મુકેશભાઈ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર જાતે ખવાસ (૨૪) રહે. ચંદ્રપુર ભાટિયા સોસાયટી ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
