માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨.૩૩ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી, ખરીફ પાકોનું ૭૫ ટકા જેટલું વાવેતર: સૌથી વધુ ૯૬ ટકા ટંકારા તાલુકામાં


SHARE











મોરબી જિલ્લામાં ૨.૩૩ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી, ખરીફ પાકોનું ૭૫ ટકા જેટલું વાવેતર: સૌથી વધુ ૯૬ ટકા ટંકારા તાલુકામાં

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા પર પણ મેઘરાજા મન મૂકીને મહેરબાન થયા છે. માળિયા તાલુકાને બાદ કરતા મોરબી જિલ્લાના ૪ તાલુકામાં વાવણી લાયક વરસાદ રૂપે કાચું સોનું વરસ્યું છે. વરસાદથી તૃપ્ત બની વાતાવરણ જાણે આળસ ખંખેરી ઉભું થયું છે અને અહલાદક બની ગયું છે. આ નયનરમ્ય અને મનોહર વાતાવરણમાં અને અષાઢી બીજના પર્વનો ઉમંગ ત્યારે મોરબી જિલ્લામાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે.

મોરબી જિલ્લામાં મેહુલિયે મહેર કરી છે. મોરબીમાં ૨૫૬ મીમી, ટંકારામાં ૩૨૦ મીમી, હળવદમાં ૧૬૩ મીમી, વાંકાનેરમાં ૧૧૯ મીમી અને માળિયામાં ૩૪ મીમી વરસાદ વરસ્યો છે. જેથી કરીને જીલ્લામાં વાવણી પણ મોટા પ્રમાણમા થઈ ગયેલ છે. મોરબી જિલ્લામાં ખેડવાલાયક જમીનના અંદાજિત ૭૫ ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. અને જિલ્લામાં ૩ વર્ષની સરેરાશ ખેડવા લાયક કુલ ૩.૧૫ લાખ હેક્ટર વિસ્તારમાંથી અંદાજિત કુલ ૨.૩૩ લાખ હેક્ટરથી વધુ જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે એટલે કે અંદાજિત ૭૫ ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

તુલનાત્મક અભ્યાસની દ્રષ્ટીએ જોઈએ તો ગયા વર્ષે આ દિવસોમાં અંદાજિત ૯૦ ટકા જેટલું વાવેતર કરવામાં આવ્યું હતુ. જ્યારે હાલ આજ સુધીમાં ૭૫ ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે. ગત વર્ષે આ દિવસો સુધીમાં અંદાજિત ૫૫ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ અત્યાર સુધીમાં અંદાજિત ૬૬ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ ચુક્યું છે. આ ઉપરાંત ૨૨૩ હેક્ટરમાં તુવેર, ૧૨૦ હેક્ટરમાં મગ, ૩૨૪ હેક્ટરમાં અડદ, ૬૫,૯૫૦ હેક્ટરમાં મગફળી, ૧૬૩ હેક્ટરમાં તલ, ૫૨૦ હેક્ટરમાં સોયાબીન, ૧,૩૦,૯૫૫ હેક્ટરમાં કપાસ (પિયત), ૨૩,૨૬૦ હેક્ટરમાં કપાસ (બિનપિયત), ૧૨૮૭ હેક્ટરમાં શાકભાજી સહિતના પાકોનું વાવેતર કર્યું છે.

આ વાવણી અન્વયે હળવદ તાલુકામાં ૭૧,૨૨૦ હેક્ટર એટલે કે ૮૮ ટકા, મોરબી તાલુકામાં ૬૨,૫૮૦ હેક્ટર એટલે કે ૮૦ ટકા, ટંકારા તાલુકામાં ૪૦,૧૯૦ હેક્ટર એટલે કે, ૯૬.૫ ટકા, વાંકાનેર તાલુકામાં ૫૦,૭૧૯ હેક્ટર એટલે કે ૯૦.૭ ટકા અને માળિયા(મિ)‌ તાલુકામાં ૮૫૦૩ હેક્ટર એટલે કે ૧૭.૬ ટકા મળી કુલ ૨,૩૩,૨૧૨ હેક્ટર એમ ૭૫ ટકા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. આવતા દિવસોમાં સારા વરસાદના પગલે બાકી વિસ્તારમાં પણ ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવનાર છે.








Latest News